• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, May 26, 2022
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ગરમીનો પારો દિવસેને દિવસે અપ થતો જાય છે ત્યારે ગરમીમાં મેકઅપ દરમિયાન શુ ધ્યાન રાખવું અને શુ કરવું જોઈએ તેના માટે જાણીતા મેકઅપ આર્ટિસ્ટ ગોપી દ્વારા સેશન યોજવમાં આવ્યું હતું

by NewsAasPaas
in Ahmedabad, Fashion, Feature, Lifestyle
Reading Time: 1 min read
A A
0
ગરમીનો પારો દિવસેને દિવસે અપ થતો જાય છે ત્યારે ગરમીમાં મેકઅપ દરમિયાન શુ ધ્યાન રાખવું અને શુ કરવું જોઈએ તેના માટે જાણીતા મેકઅપ આર્ટિસ્ટ ગોપી દ્વારા સેશન યોજવમાં આવ્યું હતું

ગરમીમાં પરસેવાના લીધે મેકઅપ વધારે સમય સુધી જળવાઈ નથી રહેતો. આ સ્થિતિમાં સમરમાં મેકઅપ કરતી વખતે કેટલીક વાતની કાળજી લેવી જરૂરી બની જાય છે. ઋતુ ભલેને કોઈ પણ હોય મેકઅપ માટેના તેના કેટલાક રૂલ્સને ફોલો કરવા ખૂબ જરૂરી છે. જેા નજર નાખીએ સીટીએમપી એટલે કે ક્લીંઝિંગ, ટોનિંગ, મોઈશ્ચરાઈઝિંગ તથા પ્રોટેક્શનના સ્ટેપ પર તો હાલના દિવસોમાં ફેસ ક્લીનિંગ માટે ડીપ પોર ફેસવોશનો ઉપયોગ કરવો જેાઈએ, જેથી સ્કિન ડીપ ક્લીન થઈ જાય. સેકન્ડ સ્ટેપ એટલે કે ટોનિંગથી પોર્સ બંધ થઈ જાય છે, જેથી પરસેવો નથી થતો. ટોનિંગ માટે એસ્ટિજન્ટનો ઉપયોગ ઠીક રહે છે. તે ફેસ પર વધારે કૂલ તથા રિફ્રેશિંગ અહેસાસ આપે છે અને સ્કિન પરથી એક્સ્ટ્રા ઓઈલને પણ ઓછું કરી દે છે. આમ તો પોર્સને મિનિમાઈઝ કરવા માટે ફેસ પર કોલ્ડ કંપ્રેશન પણ આપી શકો છો. તેના માટે મખમલના કપડામાં બરફના ટુકડા મૂકીને ફેસ પર મસાજ કરી શકો છો. આમ કરવાથી પણ પોર્સ બંધ થઈ જાય છે. સમરમાં સ્કિનમાંથી ઓઈલ નીકળે છે. એમ વિચારીને કેટલીક મહિલાઓ સ્કિન પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ નથી કરતી, પરંતુ ઓઈલ ઉપરાંત સ્કિન પર ભીનાશની પણ આવશ્યકતા હોય છે. આ સ્થિતિમાં આ ઊણપને પૂરી કરવા માટે ફેસ પર જેલ બેઝ મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવવું જેાઈએ. તદુપરાંત સ્કિનને હાઈડ્રેટ કરવા માટે એલોવેરા જેલ પણ લગાવી શકો છો. તે ચહેરા પર ફેરનેસ તથા બ્રાઈટનેસ લાવશે, સાથે સ્કિન પર સન પ્રોટેક્શનની જેમ પણ કાર્ય કરશે.

ફ્લોલેસ ટેક્સ્ચર મેળવો : જેા તમે લાંબા સમય સુધી મેકઅપને રાખવા ઈચ્છતા હોય તો પ્રાઈમર લગાવવું ન ભૂલો. તે મેકઅપને લાંબા સમય સુધી રાખવામાં મદદ કરે છે. પ્રાઈમર ન માત્ર મેકઅપને લાંબા સમય સુધી જાલવી રાખવામાં મદદ કરે છે, પણ ચહેરા પરથી રિંકલ્સ વગેરેને પણ દૂર કરે છે. મોઈશ્ચરાઈઝર લગાવ્યા પછી અને ફાઉન્ડેશન લગાવતા પહેલાં પ્રાઈમરનો ઉપયોગ કરી શકો છો. પ્રાઈમર લગાવ્યા પછી ફાઉન્ડેશનનો ઉપયોગ કરો, કારણ કે ઘણી વાર દ્વિધા થતી હોય છે કે પહેલા ફાઉન્ડેશન લગાવવું કે પ્રાઈમર. જેા એક્સપર્ટનું માનીએ તો પ્રાઈમર પછી હંમેશાં ફાઉન્ડેશનને પ્રયોગમાં લો, કારણ કે તેના સુકાવામાં થોડો સમય લાગતો હોય છે. એક ભૂલ જે મહિલાઓ સામાન્ય રીતે કરતી હોય છે તે એ છે કે તેઓ મેકઅપને તેના દરેક સ્ટેપ પર સુકાવા નથી દેતી. તેથી આમ કરવાથી દૂર રહો. એક તરફ ફાઉન્ડેશનનો ઉપયોગ સ્કિન કલર કે સ્કિન ટોન માટે કરવામાં આવે છે જ્યારે બીજી તરફ કંસીલરનો ઉપયોગ ચહેરા પરના ડાઘ અને ડાર્ક સર્કલ્સને છુપાવવા માટે કરવામાં આવે છે. તેથી જેા તમારી સ્કિન પર પણ ડાઘ અથવા આંખ નીચે ડાર્ક સર્કલ હોય તો તમે તેને કંસીલરની મદદથી છુપાવી શકો છો. ડાર્ક સર્કલ્સને છુપાવવા માટે કંસીલર એક શેડ લાઈટ લઈ શકો છો. ચહેરા પરના ડાઘધબ્બાને છુપાવવા માટે સૌપ્રથમ ફાઉન્ડેશન લગાવો. પાઉડર લગાવતા પહેલાં કંસીલર લગાવો. હજી પણ ડાઘ દેખાઈ રહ્યા હોય તો થોડું વધારે કંસીલર લગાવી શકો છો. ચીક્સને હાઈલાઈટ કરવા અને ફેસ પર ગ્લો લાવવા માટે પીચ શેડનું બ્લશઓન લગાવો. ચિલ્ડ લુક માટે બ્લશઓનને બદલે બ્રોંજિંગ પણ કરી શકો છો.

કૂલ રિફ્રેશિંગ આઈઝ : બ્યૂટિફુલ દેખાવા માટે આંખનું સુંદર હોવું ખૂબ જરૂરી છે. આંખ પર મેકઅપને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આઈ પ્રાઈમરનો ઉપયોગ અવશ્ય કરો. તે આઈ મેકઅપને પરસેવાથી બચાવશે, સાથે કલર પણ ઈન્ટેંસ નજરે પડશે. આંખની સુંદરતાને મેકઅપથી સરળતાથી વધારી શકો છે. તે માટે આંખના બાહ્ય ભાગને ડાર્ક અને અંદરના ભાગને બ્રાઈટ રાખો. આ સમરમાં તમને મેકઅપથી કૂલ રાખવા માટે પર્પલ ફેમિલીના શેડ્સ જેમ કે લવન્ડર, લાઈલેક, મોવ વગેરે ખૂબ ઈન રહેશે. આ કલર ન માત્ર આઈશેડો રૂપે, પણ લાઈનર તથા કાજલના રૂપમાં પણ તમારી આંખની સુંદરતાને વધારશે. આઈલિડ પર કલર્ડ લાઈનર જેવા કે એમરલ્ડ ગ્રીન, ઈન્ડિગો બ્લૂ, વાઈટ કોપર અને વોટરલાઈન પર જેટ બ્લેક કાજલ હાલના દિવસોમાં ઈન પણ છે, સાથે હિટ પણ છે. જેા આઈશેડો લગાવવા ઈચ્છતા ન હોય તો અપરલિડ પર ભૂમિતીય સ્ટાઈલ જેવી કે કેટ આઈ અથવા રિવર્સ વિંગ્સ આઈલાઈનર અને પાંપણ પર લોંગ લેશ મસકારાના કોટ્સ લગાવીને પણ તમે પોતાના મેકઓવરને બોલ્ડ લુક આપી શકો છો. માત્ર એક વાતનું ધ્યાન રાખો કે આ ઋતુમાં માત્ર વોટરપ્રૂફ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. પેન્સિલ આઈલાઈનરની જગ્યાએ કેક આઈલાઈનરનો યૂઝ કરો, જ્યારે પેન્સિલ આઈલાઈનર ક્યારેક-ક્યારેક દૂર થઈ જાય છે. કેક આઈલાઈનર સૂકું હોય છે. તેથી તેનો ઉપયોગ કરવા માટે તમારે તેમાં થોડું પાણી મિક્સ કરવું પડે છે. કેક આઈલાઈનરને વધારે સમય સુધી ચલાવવા માટે તેમાં તમે પાઉડર પણ મિક્સ કરી શકો છો. તમારી પાસે આઈલેશ કલર, વોલ્યુમાઈઝિંગ મસકારા અને એક લેંથનિંગ મસકારા હોવા જરૂરી છે.

સ્ટાઈલિશ હેર ડૂ : વાળને ઓછામાં ઓછા ખુલ્લા રાખો, કારણ કે ઉનાળામાં પરસેવો થવાથી વાળ જલદી ઓઈલી થઈ જાય છે. હાલના દિવસોમાં મેસી લુક ટ્રેન્ડમાં છે. તે જેાતા તમે વાળમાં મેસી સાઈડ બન, મેસી સાઈડ ચોટી અથવા તો સ્ટાઈલિશ મેસી પોની પણ બનાવી શકો છો. આમ કરવાથી તમારા વાળ બંધાયેલા રહેશે અને સ્ટાઈલિશ પણ દેખાશે. આમ તો મેસી સ્ટાઈલ ઉપરાંત તમે સોક બન, હાઈ બન અથવા તો સ્ટાઈલિશ બ્રેડ્સ પણ બનાવી શકો છો. 4. મેકઅપ પ્રોડક્ટ્સ ઓછી વાપરો.

1.મોઈશ્ચરાઈઝરથી કરો શરૂઆત ગમે તે સીઝન હોય સ્કિન કોમળ રાખવા માટે મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો.  ઉનાળામાં ઓઇલ ફ્રી મોઈશ્ચરાઈઝર અને ઓઇલ ફ્રી ફાઉન્ડેશન વાપરો. વોટર બેઝ અને જેલનો ઉપયોગ કરવો જોઈએ.

2. સનસ્ક્રીન વાપરો સ્કીનને તડકાથી બચાવવા માટે લગાવાતી સનસ્ક્રીનનો ઉપયોગ મકેઅપ કરતાં પહેલા પણ કરો. સનસ્ક્રીનની અસર 2-3 કલાક સુધી રહે છે. તેથી તડકામાં આ પ્રોડક્ટનું ખાસ ધ્યાન રાખો. સનસ્ક્રીમ એપ્લાય કરવું એ બીજું સ્ટેપ છે, અને મેકઅપ દરમ્યાન રૂટિનમાં સનસ્ક્રીમ સાથે સમર મેકઅપ પણ કરો (આ ગરમીમાં હાયર ૩૦ એસપીએફ કરવું જોઈએ)

3. પ્રાઈમર જરૂરી છે મોઈશ્ચરાઈઝર પછી ચહેરા પર  પ્રાઇમર જરૂર લગાવો. તેનાથી મેકઅપ લાંબો વખત ફ્રેશ રહે છે. તેમજ કરચલીઓ ઓછી દેખાય છે. સાથે જ પોર્સ પણ કવર થઇ જાય છે.

કેટલીક સ્ત્રીઓનો મેકઅપ જલદી ક્રેકી લાગવા લાગે છે. આનાથી બચવા ઓછા મેકઅપ પ્રોડક્ટસ વાપરવાનો ટ્રાય કરો.

કન્સીલર નો ઉપયોગ બને ત્યાંસુધી કરવો જોઈએ અને ફાઉન્ડેશન નો ઉપયોગ કરો જરૂર હોય તો એની જગ્યાએ તમે બીબી ક્રીમ નો ઉપયોગ કરી શકાય. અને જો ફોઉન્ડેશન નો ઉપયોગ કરવો હોય તો લીકવીડ હાઇલાઇટર મિક્સ કરવું જોઈએ ગ્લોઈ લુક આપવા માટે.

હેવી કવરેજનું લુક અવોઇડ કરવું હોય એલર્ટ મેકઅપ કેકી ના થાય અને પરેસેવાના કારણે રની ના થાય.

બ્લસ માટે પાવડર અને ક્રીમ કરતા વાપરવું વધારે સારું જે લોન્ગ લાસ્ટીંગ લૂક આપે છે.

આઈશેડો માટે આઈ પ્રાઇમર પેહલા વાપરવું જોઈએ, જે આઈશેડોને લોન્ગ લાસ્ટીંગ લુક આપે છે, ન્યૂડ  આઈસ લુક વિથ લાઈટ બ્રાઉન અને પિન્ક ફેમિલીના કલર, પિન્ક, પર્પલ, પિચ્ચકરવા જોઈએ. અને આ સાથે ગ્લોસનો ઉપપયોગ સેન્ટર  સેંટર ઓફ ધ લીડ લગાવો જોઈએ જે ફ્રેશ લુક આપે છે.

6. શિમરથી દૂર રહોમોટાભાગની સ્ત્રીઓને ગ્લોઈ મેકઅપ લુક ગમે છે. પરંતુ નેચરલ ગ્લોઈ મેકઅપ અને જરૂર કરતા વધારે શિમર વાપરીને મેકઅપને ગ્લોઈ બનાવવામાં ફેર છે. ઉનાળામાં ક્રિમ ફાઉન્ડેશન લગાવવાથી બચો કારણ કે એનાથી ચહેરા પર વધારે પરસેવો આવે છે અને મેકઅપ બગડી જાય છે.

-સ્મોકી આઈ અવોઇડ કરવું જોઈએ બને ત્યાં સુધી

– વોટર પ્રુફ મસ્કરા અને વોટર પ્રુફ આઇબરો જેલ વાપરવું જોઈએ

– વોટર પ્રુફ ક્રીમ કાજલ (આઈ પેન્સિલ) વાપરી શકાય, જેને આઈ સેડ઼ોથી સેટ કરવી જોઈએ લોન્ગ લાસ્ટીંગ લૂક માટે.

– લિપ્સ માટે ક્રીમ લિપસ્ટિક વાપરવાના બદલે  ટિન્ટ વાપરી શકાય, અને લીકવીડ મેટ લિપસ્ટિક વાપરી શકાય  છે.

-પાવડર લગાવ્યા પછી સેટિંગ સ્પ્રે લગાવું જોઈએ જે ફિનલૂક આપવા માટે જરૂરી છે.

Tags: AhmedabadFacebookFashion DesignerGopiInstagramMakeupSummer
NewsAasPaas

NewsAasPaas

Next Post
જય સોમનાથ ગ્રુપ દ્વારા મિથિલિન બ્લુનું કેન્દ્ર શરું કરવામાં આવ્યું

જય સોમનાથ ગ્રુપ દ્વારા મિથિલિન બ્લુનું કેન્દ્ર શરું કરવામાં આવ્યું

Recommended

દેશ-વિદેશમાં વિવિધક્ષેત્રે માનવતાલક્ષી કાર્યો કરતી વ્યક્તિવિશેષને સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ એનાયત કરાયા

3 months ago
એમજી મોટર ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં તેની રિટેઈલ હાજરી વિસ્તારીઃ ગાંધીધામમાં સેલ્સ અને સર્વિસ એકમ શરૂ કર્યું

એમજી મોટર ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં તેની રિટેઈલ હાજરી વિસ્તારીઃ ગાંધીધામમાં સેલ્સ અને સર્વિસ એકમ શરૂ કર્યું

4 weeks ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Agriculture
  • Ahmedabad
  • Amazon
  • App
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • blogers
  • Business
  • Campaign
  • Cartoon
  • Chingari
  • Cinema
  • City
  • colgate
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • day celebration
  • Devotees
  • Digital
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Fitness
  • Food
  • Foundation
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Garba
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Hospital
  • Import Export
  • Independence Day
  • India
  • Investment
  • IPO
  • Lifestyle
  • market
  • Marketing
  • Medical
  • Mix
  • mobile
  • Music
  • MX Player
  • National
  • OTT
  • Patan
  • Political
  • Politics
  • PR Agency
  • Product
  • Product Launch
  • PRSI
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • Republic Day
  • Satsang
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Smartphone
  • Social
  • Social Message
  • Somnath
  • Song's
  • Spiritual
  • Sports
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Theatre
  • Travel
  • Tree House
  • Uttar Gujarat
  • Web Series
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In