રિવરફ્રન્ટ પર શૂટ કરવામાં આવી અમદાવાદના સ્કેટબોર્ડર્સની ડોક્યુમેન્ટ્રી
અમદાવાદ – શહેરના જાણીતા પત્રકારની યુટ્યુબ ચેનલ ચંચુપાત (Chanchupaat) દ્વારા સ્કેટબોર્ડ ગેમ પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તૈયાર કરવામાં આવી. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં અમદાવાદના સ્કેટબોર્ડર્સની વાતને વણી લેવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં સ્કેટબોર્ડ ગેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના સ્કેટબોર્ડર્સ આ ગેમ વિશે શું વિચાર ધરાવે છે તે અંગે આ ડોક્યુમેન્ટ્રીમાં વાત કરવામાં આવી છે. શહેરના સ્કેટબોર્ડર શિવ પટેલ અને તેમની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી રિવરફ્રન્ટ પર સ્કેટબોર્ડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમને પ્રોપર ગાઇડેન્સ અને પ્લેસ મળે તો તેઓ પણ સ્કેટબોર્ડ ગેમમાં આગળ વધી શકે તેમ છે પણ તેમની રિવરફ્રન્ટ કોર્પોરેશનને સતત રજુઆતો કરવા છતાં કોઈ રિસ્પોન્સ નથી મળી રહ્યો. રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કર્યું છે જેમાં સ્કેટબોર્ડર માટે સ્કેટપાર્ક પણ તૈયાર કરાયું છે. જે 2 વર્ષથી વધારે સમયથી તૈયાર તો છે પણ સ્કેટબોર્ડિંગ કરતા યુવાનો માટે ખુલ્લું નથી મુકવામાં આવતું. જેથી સ્કેટબોર્ડર્સ રિવરફ્રન્ટના સાઇકલ સ્ટેન્ડ પાસે પ્રેક્ટિસ કરવા મજબુર બને છે.
ચંચુપાત (Chanchupaat) ભવિષ્યમાં પણ સોશિયલ ઈશ્યુ પર વીડિયો બનાવતું રહેશે
સોશિયલ ઈશ્યુને લોકો સુધી પહોંચાડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. ચંચુપાત (Chanchupaat) છેલ્લા એક વર્ષથી જુદા જુદા ઈશ્યુ પર વીડિયો બનાવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ ચંચુપાત (Chanchupaat) લોકોની વાતને પ્રસ્તુત કરતું રહેશે.
નિકુલ વાઘેલા, પત્રકાર