આ ઇવેન્ટમાં સ્માર્ટિવિટી, ક્યુરિયસ ટાઇમ્સ, ટ્રિંગ અને વી આર સુપર મોમ્સ જેવી વિવિધ બ્રાન્ડ્સે ચેનલ સાથે જોડાણ કર્યું હતું
બાળકોની લોકપ્રિય એન્ટરટેઇનમેન્ટ ચેનલ સોની YAY!એ નવી નવી બાબતો સાથે બાળકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું છે અને હવે વધુ એક શો ડિંગ ડોંગ બેલ, મસ્તી કા ખેલ લાવી રહી છે. આ શોમાં મરઘીનાં ત્રણ બચ્ચાં ભૂખ્યા શિયાળને સતત હાથતાળી આપવાનો પ્રયાસ કરે છે અને તેનાથી છટકવા સમયે મોજીલા વળાંકો નિર્માણ કરે છે. 16મી ઓગસ્ટથી આરંભ કરતાં શો ચેસ કોમેડી છે, જે ડિંગ ડોંગ બેલ અને હાસ્યસભર પાર્શ્વભૂમાં કોમેન્ટરી થકી તેમનાં સાહસોની વાર્તા કથન કરશે.
દરેક એપિસોડમાં શોનાં વહાલાં પાત્રો ઉર્ફે કુક્કડ- ડિંગ, ડોંગ અને બેલનો ભુક્કડ નામે ભૂખ્યા શિયાળ દ્વારા સતત પીછો કરવામાં આવે છે. બારેમાસ ભૂખ્યો શિયાળ હંમેશાં આ બચ્ચાંઓની પાછળ હોય છે અને બચ્ચાંઓ તેની બધી યોજનાઓ પર હંમેશાં પાણી ફેરવવા માટે તૈયાર હોય છે. દરેક બચ્ચું ચાલાકી, શક્તિ અને સૌંદર્યની વિશેષ પ્રતિભા ધરાવે છે, જે શિયાળને શિકસ્ત આપવાની હોડમાં છે અને તેથી બાળકો માટે ભરપૂર હાસ્ય નિર્માણ કરે છે. કટિબદ્ધ શિયાળ દરેક વાર નિષ્ફળ જવા પર દરેક વીતતા એપિસોડ સાથે નવી નવી યુક્તિઓ લઈને આવે છે, જેમાં સામાન્ય રીતે તે સતત બચ્ચાંઓનો પીછો કરતો જોવા મળે છે.
સોની YAY! શોમાં ડોકિયું કરાવવા માટે ખાસ વોચ પાર્ટી થકી બાળકો સામે કુક્કડ અને ભુક્કડનો પરિચય કરાવશે. બાળકોને ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર્સ થીમના અદભુત શો સાથે તેમના ફ્રેન્ડ્સ સાથે રોમાંચક ગેમ્સ રમવા અને માણવા પણ મળશે.
તો 16મી ઓગસ્ટથી આરંભ કરતાં ડિંગ ડોંગ બેલ, મસ્તી કા ખેલની નોન- સ્ટોપ ચેસ અને ફન સાથે હાસ્યનું હુલ્લડ જોતા રહો. શોમાં ડોકિયું કરવા માટે વોચ પાર્ટી માટે here રજિસ્ટર કરાવો – https://bit.ly/Mastikakhelwatchparty
ટોય ગિફ્ટિંગ પાર્ટનર- સ્માર્ટિવિટી
ડિજિટલ પાર્ટનર- ક્યુરિયસ ટાઇમ્સ
કોમ્યુનિટી પાર્ટનર- વી આર સુપર મોમ્સ
ડિજિટલ ગિફ્ટિંગ પાર્ટનર- ટ્રિંગ