ભારતની પર્યાવરણને અનુકૂળ પેઇન્ટ્સ કંપની અને 13 અબજ ડોલરના જેએસડબલ્યુ ગ્રૂપની કંપની જેએસડબલ્યુ પેઇન્ટ્સે દરેક ભારતીય ઓલિમ્પિક રમતવીર માટે સુંદર ભારત નામની ઓલિમ્પિક પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. સુંદર ભારત પહેલ અંતર્ગત વર્ષ 1947થી ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દરેક ભારતીય રમતવીરને જેએસડબલ્યુ પેઇન્ટ્સ દ્વારા ફ્રી પેઇન્ટિંગ ઓફર કરવામાં આવશે. કંપની આ પહેલ અંતર્ગત 1808 જળ-આધારિત કલર્સનો એનો સંપૂર્ણ પોર્ટફોલિયો ભારતીય ઓલિમ્પિક રમતવીર કે તેમના સંતાનોને ઓફર કરે છે. જેએસડબલ્યુએ આ વ્યવસ્થા સરળ બનાવી છે. આ ઓફરનો લાભ લેવા ઉત્સાહી રમતવીરે જેએસડબલ્યુ કસ્ટમર કેર નંબર 1800-121-5797 પર કોલ કરવો પડશે. જેએસડબલ્યુ પેઇન્ટ્સ બડ્ડી આ વિશિષ્ટ ખાતરી પૂર્ણ કરવા તેમની સાથે સંપર્કમાં રહેશે.
જેએસડબલ્યુ પેઇન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પાર્થ જિંદાલના જણાવ્યા મુજબ, “જેએસડબલ્યુ ગ્રૂપમાં અમે અમારા ગ્રાહકોને અર્થપૂર્ણ મૂલ્ય આપવામાં અને અમારા હિતધારકો સાથે મજબૂત સંબંધોનું નિર્માણ કરવામાં હંમેશા માનીએ છીએ. અમે જેએસડબલ્યુના અનુભવ, હજારો ઉત્પાદનોને આધારે અમારા કિંમતી ગ્રાહકો માટે જીવનને સુંદર બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. સુંદર ભારત જેએસડબલ્યુ પેઇન્ટ્સની આ પ્રકારની એક ચેષ્ટા છે. આ પહેલ મારફતે અમે વર્ષ 1947થી અત્યાર સુધી ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને ભારતનું ગૌરવ વધારનાર રમતવીરોના ઘરો અને જીવનમાં 1808 જળ-આધારિત રંગોના અમારા સંપૂર્ણ પોર્ટફોલિયો મારફતે પ્રકાશ લાવીને આપણા દેશની સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને ખુશ કરવા ઇચ્છીએ છીએ. ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર લોકોના ઘરને કલર કરવો જેએસડબલ્યુ પેઇન્ટ માટે સન્માનની વાત છે.”