દેશની સૌ પ્રથમ એગ્રિકલચરલ બેંક – ખેતી બેંક દ્વારા ઇતિહાસમાં પ્રથમવાર વર્ષ : – ૨૦૨૧ – ૨૨ ના નાણાકીય વર્ષના પ્રોવિઝનલ હિસાબો રજુ કરવામાં આવ્યા.
બેંકનો અનઓડિટેડ પ્રોવિઝનલ ગ્રોસ નફો રૂ ૫૧ કરોડ
બેંકનો અનઓડિટેડ પ્રોવિઝનલ નેટ નફો રૂ ૨૯ કરોડ
ગુજરાત ખેતી બેંક ના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા એ જણાવ્યું હતું કે, રાજ્યની સૌથી વધુ ખેડૂત સભાસદ ધરાવતી અને ૧૭૬ શાખાઓના નેટવર્ક દ્વારા ખેતી બેંક વર્ષ ૨૦૨૧ – ૨૨ ના નાણાકીય વર્ષમાં રૂપિયા ૫૧ કરોડનો અનઓડિટેડ પ્રોવિઝનલ ગ્રોસ નફો તેમજ નેટ પ્રોફિટમાં ઐતિહાસિક વિક્રમજનક વધારો થઇ નેટ નફો રૂપિયા ૨૯ કરોડ થયેલ છે. બેન્ક સાથે જોડાયેલા લાખો ખેડૂતોને સરકારશ્રીની મંજૂરી મળેથી ૨૦% ડિવિડન્ડ આપવાનો નીર્ધાર કરેલ છે.
બેન્ક દ્વારા રૂ. ૫૫૨.૯૩ કરોડનું ધિરાણ કરવામાં આવેલ છે. બેન્ક દ્વારા રૂ. ૧૮૪ કરોડની વસુલાત આવેલ છે. અને બેન્ક ની રૂ. ૨૩૮.૪૨ કરોડ ડિપોઝિટ એકત્ર થયેલ છે.
બેન્કની નાણાકીય સ્થિતિ ને આર્થિક રીતે સક્ષમ બનાવવા બેન્કના મેનેજમેન્ટ તેમજ બેન્કના તમામ પ્રકારના કર્મચારીઓએ સાથ અને સહકાર આપ્યો છે. અને તેના કારણે બેન્કની કુલ આવક ચાલુ વર્ષે રૂ. ૯૨ કરોડ થવા પામેલ છે. બેન્કનો ગ્રોસ નફો રૂ. ૫૧ કરોડ થયેલ છે.
ડોલરભાઈ કોટેચા એ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં બેન્કને વધુને વધુ આર્થિક રીતે સક્ષમ કરવા તેમજ રાજ્યના ખેડૂતોને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ આ બેન્ક દ્વારા વધુને વધુ સારી રીતે પુરી પાડવામાં આવે તે માટેનું આયોજન આ બેન્ક દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
આગામી દિવસોમાં ખેડૂતો માટે વિવિધ પ્રકારની લોન જેવી કે ગોલ્ડ લોન, હાઉસિંગ લોન, કે.વી.એલ. લોનની રકમમાં વધારો કરવામાં આવનાર છે. તેમજ બેન્ક દ્વારા તમામ ખેડૂતોને વીમા સુરક્ષા કવચ પૂરું પાડવાનું આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે.