સુપર કોમિક-સેન્સ અને છેલ્લે સુધી પ્રેક્ષકોને પકડી રાખે એવી જબરજસ્ત મૂવીનું આગમન થઈ ચૂક્યું છે. વરસતા વરસાદની હેલી વચ્ચે શરદ પટેલ પ્રસ્તુત વિકીડા નો વરઘોડો એ સિનેમાઘરમાં ધૂમ મચાવે છે. મૂવીનો એક પણ સીન મિસ ના થાય એ જોવાની જ્વાબદારી પ્રેક્ષકો પર છોડી એક્ટર મલ્હાર ઠાકરે ત્રણ ત્રણ હિરોઈન એમ મોનલ ગજ્જર, માનસી રાછ અને જીનલ બેલાની સાથે આખી વાર્તાને પકડી રાખી છે. મલ્હાર આ ફિલ્મથી સાચા અર્થમાં એક મંજાયેલ કલાકાર તરીકે ઊભરી આવ્યો છે. મુગ્ધા અવસ્થામાં રજૂ થયેલી કુણી કુણી લાગણી લોકોના હ્રદય સુધી પહોંચવામાં સફળ નીવડી છે. ક્યારેક પ્રેમમાં નહી જ પાડવાનું નક્કી કરેલ લઠ્ઠા ગેંગનો લીડર ત્રણ ત્રણ વખત પ્રેમમાં પડે, પછી દિલ તૂટે અને પાછો પોતાની જાતને સંભાળીને પરિપક્વ થાય ત્યારે તેની સમજ માટે ચાલુ ફિલ્મે સિટી વગાડવાની ઈચ્છા થાય.
આગાઉ આપણને રેવા જેવી હિટ ફિલ્મ આપનાર Rahul Bhole અને Vinit Kanojia નું ડાયરેશન તેમજ પ્રોડ્યુસર શ્રેયાન્શી અને શરદ પટેલ ની મહેનત સાચે જ રંગ લાવી છે. ફિલ્મ પૂરી રીતે પૈસા વસૂલ સાબિત થશે .
ફિલ્મની અભિનેત્રી એમ મોનલ ગજ્જર, માનસી રાછ અને જીનલ બેલાની નો અભિનય ઉડીને આંખે વળગે તેવો છે..
જતી હોય તો ભેલે જતી દ્રાક્ષ ખાટી છે… સ્ટેન્ડિંગ કોમેડિયન ફિલ્મમાં ગેસ્ટ આર્ટિસ્ટ મનન ની ટાઈમિંગ લોકોને પેટ પકડીને હસવા મજબૂર કરી દે છે . ફુલ્લિ ફેમિલી વાર્તામાં પપ્પા અને મમ્મી વગર વાર્તા અધૂરી જ લાગે ત્યારે અહી અનુરાગ પ્રપન્ના અને અલ્પના બુચ પપ્પા અને મમ્મીના કિરદારને પૂરતો ન્યાય આપ્યો છે. દિકરીના બાપના પાત્રમાં ચેતન દઈયા – ડરાવે પણ અને હસાવે પણ. આ ઉપરાંત વાર્તામાં શાળા – કોલેજના મિત્રોએ વધુ કોમિક ઉમેર્યું છે..
ફિલ્મ સેટ-અપ , ગીત સંગીત, અભિનય, અને દિગ્દર્શનને પૂરા માર્ક મળે એમ છે. આખી વાર્તામાં તમામ કલાકારોને પૂરતો ન્યાય મળ્યો છે, એકધારી ચાલતી જિંદગીમાંથી થોડો સમય કાઢીને ચાલો આપણે સૌ વિકીડાના વરઘોડામાં જોડાઈ જઈએ .
- by Nirav Shah
News Aaspaas Rating : 4.5/5