ભારતીય સિનેમામાં લાંબા, લાંબા સમયથી ઉત્સુકતાથી વાટ જોઈ રહી છે કે આદિત્ય ચોપરાની મહત્ત્વાકાંક્ષી જાસૂસી દુનિયા અને શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જેવા દેશના સૌથી મોટા સુપરસ્ટાર ધરાવતી વાયઆરએફની રોમાંચક, દિલધડક ફિલ્મ પઠાન આવતીકાલે દુનિયાભરમાં હિંદી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે અને દરિયાપારના પ્રદેશોમાં તેણે નવો વિક્રમ સ્થાપિત કરી દીધો છે!
પઠાન 100થી વધુ દેશોમાં રિલીઝ થશે, જે સંખ્યા કોઈ પણ ભારતીય ફિલ્મ માટે આજ સુધીની સર્વોચ્ચ છે. આંતરરાષ્ટ્રીય વિતરણના વાઈસ પ્રેસિડેન્ટ નેલ્સન ડિસોઝા કહે છે, “પઠાન દરિયાપારના પ્રદેશોમાં કોઈ પણ વાયઆરએફ ફિલ્મમાં સૌથી વધુ વ્યાપક રીતે રિલીઝ બની રહેશે. વાસ્તવમાં વૈશ્વિક સ્તરે સૌથી વ્યાપક રિલીઝ થનારી આ ભારતીય ફિલ્મ બની રહેશે. શાહરુખ ખાન નિઃશંક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટો સુપરસ્ટાર છે અને ફિલ્મને લઈ જે રીતની ઉત્સુકત છે તે જોતાં દુનિયાભરમાં પઠાન રિલીઝ કરવા માટે ઉચ્ચ માગણી છે.”
તેઓ ઉમેરે છે, “આ બહુ જ સુખદ ચિહન છે. ખાસ કરીને મહામારી પછી થિયેટરના વેપારમાં નવો પ્રાણ ફૂંકાઈ રહ્યો છે. પઠાન 100થી વધુ દેશોમાં રિલીઝ થશે. વાયઆરએફની જાસૂસી દુનિયાની આ ચોથી ફિલ્મ છે અને દરેક ફિલ્મ સાથે અમારી આ મૂલ્યવાન ફ્રેન્ચાઈઝ સતત વૃદ્ધિ પામી રહી છે તે જોઈને ખુશી થાય છે. પઠાન બાબતે અને દરિયાપારના પ્રદેશોમાંથી તે કલેકશન કરશે તે બાબતે અમે આશાવાદી છીએ. તે વર્ષના આરંભમાં થિયેટર વિતરણ વેપારમાં પણ ખુશી લાવશે.”
પઠાન આસપાસ જબરદસ્ત ઉત્સુકતા છે. ફિલ્મ વિશે વાયઆરએફ દ્વારા હમણાં સુધી રિલીઝ કરવામાં આવેલા ટીઝરથી લઈને બે ગીતો- બેશરમ રંગ અને ઝૂમે જો પઠાન સુધી બધું જ સુપરહિટ થયું છે અને તાજેતરમાં રજૂ કરાયેલું ટ્રેલર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી ચૂક્યું છે.
પઠાન આસપાસ ઉત્સુકતાનું વધુ એક કારણ યશ રાજ ફિલ્મ્સની પઠાનમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ જેવા સૌથી મોટા સુપરસ્ટાર છે. તેમની બ્લોકબસ્ટર ઓમ શાંતિ ઓમ, ચેન્નાઈ એક્સપ્રેસ અને હેપ્પ ન્યૂ ઈયર ધ્યાનમાં લેતાં તેઓ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વહાલી ઓન-સ્ક્રીન જોડીમાંથી એક છે.