- અમદાવાદમાં પ્રથમવાર કેટ ચેમ્પિયનશિપનું આયોજન થયું
- 200 બિલાડીઓને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા
- શોના વિજેતાઓમાં રિંગ 1 (42માં ચેમ્પિયનશિપ કેટ શો)માં અમદાવાદના પૂજા ચોક્સીની લલ્લન- ધ પર્શિયન કેટ અને રિંગ 2 (43માં ચેમ્પિયનશિપ કેટ શો)માં બેલગામના શ્રી શાદાબ જમાદારની શેરખાન- ધ બંગાળ કેટનો સમાવેશ થાય છે.
ફિલાઈન ક્લબ ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) દ્વારા અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં આવેલ ગ્વાલિયા એસબીઆર ખાતે 19મી માર્ચ, 2023- રવિવારના રોજ અમદાવાદના પ્રથમ અને સૌથી મોટા ચેમ્પિયનશિપ કેટ શોનું આયોજન કરાયું હતું.. આ શોમાં 200 બિલાડીઓ હતી, જેમાં ગુજરાત બહારથી પણ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ વગેરે જેવાં ઘણાં રાજ્યોમાંથી કેટલવર્સ બિલાડીઓને લઈને આવ્યા. જેમાં પાર્શિયન, મેન કૂન, બંગાળ અને આપણી પોતાની ઈન્ડીમાઉ જેવી બ્રીડનો સમાવેશ થાય છે. આ શોને શ્રી માઈકલ વુડ્સ (ઓસ્ટ્રેલિયા) અને શ્રી સાકિબ પઠાણ (પ્રેસિડેન્ટ, એફસીઆઈ) દ્વારા જજ કરવામાં આવ્યો. શોના વિજેતાઓમાં રિંગ 1 (42માં ચેમ્પિયનશિપ કેટ શો)માં અમદાવાદના પૂજા ચોક્સીની લલ્લન- ધ પર્શિયન કેટ અને રિંગ 2 (43માં ચેમ્પિયનશિપ કેટ શો)માં બેલગામના શ્રી શાદાબ જમાદારની શેરખાન- ધ બંગાળ કેટનો સમાવેશ થાય છે.
આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બિલાડીના પાલકોમાં ઉત્તેજના પેદા કરવાનો હતો, જેથી તેઓ તેમના બિલાડીના સાથીદારો સાથે ગુણવત્તાયુક્ત સમય મેળવી શકે અને તેમની સાથે શ્રેષ્ઠ પળો કેપ્ચર કરી શકે. જેથી, એ સુનિશ્ચિત કરી શકાય કે તેઓ પોતાના સાથી સમાન બિલાડીઓ સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરી શકે અને તેમની સાથે શ્રેષ્ઠ પળોને કેપ્ચર કરી શકે. એક્ઝિબિશનમાં કેટ પેરેન્ટ્સ પણ બિલાડીને લગતી વિવિધ પ્રોડક્ટ્સ પણ નિહાળી.
ફિલાઈન ક્લબ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સાકીબ પઠાણે જણાવ્યું કે, “લોકો હવે ડોગ સાથે કેટ પાળવાના શોખીન છે. ખાસ કરીને યુવાનોમાં આ ક્રેઝ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં દેશભરમાં લાખોની સંખ્યામાં પાલતુ બિલાડીઓની નોંધણી કરવામાં આવી છે. આમાં, તેમને 14 અંકનો અનન્ય ઓળખ નંબર આપવામાં આવે છે જેથી તેમની ઓળખ થઈ શકે.”
આ શો થકી બિલાડીઓના પાલકો તેમની વ્હાલી બિલાડીઓ સાથે બહાર નીકળવા અને તેઓ અન્ય લોકો સાથે સોશિયલાઈઝિંગ કરવા માટે એક સ્ટેજ પ્રદાન કરશે કે જે આ બિલાડીઓના સમાન સાથી માટે પોતાના પ્રેમને શેર કરી શકે.